પાટણ ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી..

મહિલાઓ અને કિશોરીઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું…

પાટણ તા. 29
તાલુકા હેલ્થ ઓફિસ પાટણ તેમજ રોટરી ક્લબ પાટણ ના સંકલન હેઠળ શુક્રવારે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઈન્ચાર્જ સીડી એચઓ ડૉ.દેવેન્દ્ર પરમાર, ડૉ દિવ્યેશ પટેલ RCHO, ડૉ પરીમલ જાની પ્રમુખ rotary club patan,ડૉ.
નૈસર્ગીબેન પટેલ ગાયનેક,ડૉ અલ્કેશભાઈ સોહેલ તાલુકા હેલ્થ ઓફિસર પાટણ,ડો ધારાબેન DPC જીલ્લા પાટણ,ઉર્મિલાબેન પટેલ ICDS,તેમજ RBSK મેડિકલ ઓફિસર અને સ્ટાફ અને નર્સિંગ સ્ટુડન્ટ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રસંગે મહિલાઓ અને કિશોરીઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા જાળવવાની આવશ્યકતા, સ્વાસ્થ્યની કાળજી અને સ્વચ્છ સેનિટરી પેડ ના ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિષ્ણાતો દ્વારા માસિક સંબંધિત ગેરસમજો અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે માહિતીપ્રદ સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓને world menstrual hygien થીમ.Together for a PeriodF riendly
World” મુજબ નિયમિત સ્વચ્છતા જાળવવાથી થતા આરોગ્ય લાભ અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ માસિક દરમિયાન પોષણયુક્ત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત સેનિટરી પેડના યોગ્ય ઉપયોગ અને તેના સલામત નિકાલ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.તેમજ શપથ પણ લેવડાવવામાં આવેલ હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને તજજ્ઞો એ જણાવ્યું હતું કે માસિક સ્વચ્છતા માત્ર આરોગ્યનો મુદ્દો નથી, પરંતુ મહિલાઓ
ના ગૌરવ અને સશક્તિકરણ સાથે પણ જોડાયેલો વિષય છે. તેમજ માસિક ધર્મ એક સામાન્ય વિષય છે જેમાં શરમ નહીં જાગૃતિ જરૂરી છે એ બાબતે સમાજમાં માસિક અંગે ખુલ્લી ચર્ચા અને જાગૃતિ વધે તે માટે સૌએ સંયુક્ત પ્રયાસ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત બહેનો અને કિશોરીઓને સ્વચ્છતા કિટનું વિતરણ કરવામાં આવ્યું તથા માસિક સ્વચ્છતા અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here