ત્રણ દિવસથી સુધી ચાલતા મહાઆરતી અને મેડિકલ-ભોજન સેવાઓથી ભક્તોમાં અદભુત ઉત્સાહ

અનિલભાઈ સોની, અશ્વિનભાઈ સહિતના અગ્રણીઓના સહયોગથી સેવાકાર્યો બન્યા વધુ સક્ષમ

પાટણ ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ દ્વારા ભવ્ય સેવા યજ્ઞનો દિવ્ય પ્રારંભ

પાટણના ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે અંબાજી જતા યાત્રિકોની સેવા અર્થે અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકાર્યનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પાટણ હાજીપુર કમલીવાડા રોડ પાસે પ્રખ્યાત ચેહરાજીની મેલડી માંના મંદિરે છેલ્લા ત્રણ વર્ષથી અવિરતપણે ચાલતા આ ભવ્ય સેવા યજ્ઞમાં અનેકવિધ ધાર્મિક અને લોકઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે.


આ વિશેષ આયોજન વિશે વાત કરતા પાટણ ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ તેમજ
પાટણ ઝવેરી બજાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ મોદીએ જણાવ્યું હતું કે, અંબાજી દર્શને જતા ભક્તો માટે આ સેવા યજ્ઞ અંતર્ગત ફૂલવડી, ગરમાગરમ ચા, મિનરલ પાણી, મેડિકલ સેવાઓ તેમજ આરામ કરવા માટેની ઉત્તમ વ્યવસ્થાઓ સતત ત્રણ દિવસ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. માતાજીની કૃપા અને જનસેવાના આ મહાયજ્ઞમાં સૌ કોઈ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં પાટણ ચોક્સી મહાજન એસોસિએશનના મુખ્ય સહયોગીઓ જેમ કે કૃષિ ઓર્નામેન્ટ્સના માલિક અનિલભાઈ સોની, અશ્વિનભાઈ, અંબિકા જ્વેલર્સના માલિક તેમજ અન્ય મિત્રો અને કારોબારી ટીમનો સહકાર અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે. પ્રમુખ દિલીપભાઈ મોદીએ આ તમામ દાતાઓ, સહયોગીઓ અને મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
માતાજીની અસીમ કૃપા અને સૌના સાથ-સહકારથી પાટણની આ પવિત્ર ભૂમિ પર ધર્મ અને સેવાનો આ અનોખો ત્રિવેણી સંગમ ખરેખર યાત્રાળુઓ માટે આસ્થા અને ઉર્જાનું મોટું કેન્દ્ર બન્યો છે………!




