પાટણ તા. ૨૭ પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન
અને હારીજ તાલુકાના અરીઠા ગામના અગ્રણી હસમુખભાઈ સક્સેના એ પોતાના ૪૮માં જન્મદિન ની ઉજવણી હારીજ ભીલવાસ ટેકરા વિસ્તારમાં આવેલ રામદેવ સંસ્કાર પાઠશાળામાં અભ્યાસ કરતાં ૫૦ જેટલા જરૂરિયાતમંદ ગરીબ પરિવારના બાળકોની વચ્ચે કેક કાપી તમામ બાળકોને મિષ્ટ ભોજન પીરસી પોતાના જન્મદિન ની અનોખી ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ચેરમેને રામદેવ સંસ્કાર પાઠશાળા ના બાળકો ને ખોટા ખર્ચ થી દૂર રહી શિક્ષણ પર વધુ ભાર આપી.ઉતમ શિક્ષણ પ્રાપ્ત કરવા જણાવી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની જરૂરિયાત ઉભી થાય તો મદદરૂપ બનવા ખાત્રી આપી હતી.



