પાટણ ધારાસભ્ય દ્વારા પોતાના પંચાવનમા જન્મદિવસે મહાકાળી પીપળવન નોરતા ખાતે ૫૫ વૃક્ષો વાવવામાં આવ્યાં.

પાટણ તા. ૩૦
પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા આર્યાવ્રત નિર્માણ દ્વારા નિર્માણ થઈ રહેલ ગુજરાતના સૌથી મોટા પીપળવન ઓક્સિજન પાર્ક મહાકાળી પીપળવન નોરતા ખાતે દર વર્ષની જેમ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા પંચાવનમુ વર્ષ બેસતાં પંચાવન વૃક્ષો વાવી પ્રાકૃતિક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પર્યાવરણવિદ નિલેશ રાજગોર ,નોરતના સરપંચ વિજય પટેલ , દીવાનજી ઠાકોર ,ગોપાલજી ઠાકોર ,હરચંદજી ઠાકોર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દરેકે પીપળો,બિલી,ઉંબરો, લીમડો,બોરસલી,જાંબુડા વગેરે જેવા દેશીકુળના વૃક્ષો વાવી ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
ધારાસભ્ય દ્વારા આર્યાવ્રત નિર્માણ દ્વારા પર્યાવરણ જાળવણી માટે થઈ રહેલ અદ્ભુત પ્રકૃતિના કાર્યોની સરાહના કરવામાં આવી તથા સમાજને વધુને વધુ વૃક્ષો વાવી ઉછેરવા સંદેશો આપવામાં આવ્યો હતો. સંસ્થા વતી ધારાસભ્ય નું સરપંચોના હસ્તે પુસ્તક ,પીપળો અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here