પાટણ ભાજપનો મોટો નિર્ણય: ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ૨૬ કાર્યકર્તાઓને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

પાટણ: પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના પગલાં લેતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા ૨૬ જેટલા સક્રિય અને પ્રાથમિક સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

શિસ્તભંગ બદલ કડક કાર્યવાહી

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરનારા કાર્યકર્તાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના આદેશથી આ તમામ ૨૬ કાર્યકર્તાઓને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


ક્યાંથી કેટલા કાર્યકર્તા સસ્પેન્ડ?

પક્ષ દ્વારા કરવામાં આવેલી યાદી મુજબ વિવિધ એકમોમાંથી નીચે મુજબના સભ્યો સામે પગલાં લેવાયા છે:

  • પાટણ નગરપાલિકા: ૦૭ સભ્યો
  • સિદ્ધપુર નગરપાલિકા: ૦૮ સભ્યો
  • પાટણ જિલ્લા પંચાયત: ૦૨ સભ્યો
  • સાંતલપુર તાલુકા પંચાયત: ૦૪ સભ્યો
  • સિદ્ધપુર તાલુકા પંચાયત: ૦૨ સભ્યો
  • ચાણસ્મા, શંખેશ્વર અને રાધનપુર તા. પંચાયત: ૧-૧ સભ્યો

મુખ્ય સસ્પેન્ડ કરાયેલા નામો

સસ્પેન્ડ કરાયેલા કાર્યકર્તાઓમાં અનેક પૂર્વ નગરપાલિકા સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોનો સમાવેશ થાય છે:

પાટણ અને સિદ્ધપુર નગરપાલિકા વિસ્તાર

  • સુશીલભાઈ આત્મારામ લીંબાચીયા: પૂર્વ મંત્રી, પાટણ શહેર યુવા મોરચો (વોર્ડ નં-૧)
  • છાયાબેન મયુરકુમાર રાવલ: પૂર્વ નગર પાલિકા સદસ્ય, પાટણ (વોર્ડ નં-૩)
  • ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત: પૂર્વ નગર પાલિકા સદસ્ય, પાટણ (વોર્ડ નં-૩)
  • ચેતનાબેન કમલેશભાઈ પ્રજાપતિ: સક્રિય સભ્ય, પાટણ (વોર્ડ નં-૭)
  • મહમદહુસેન અતાહુસેન ફારુકી: પૂર્વ નગર પાલિકા સદસ્ય, પાટણ (વોર્ડ નં-૧૦)
  • પિનલબેન વિપુલભાઈ સોલંકી: પૂર્વ નગર પાલિકા સદસ્ય, પાટણ (વોર્ડ નં-૧૦)
  • ભવાનજી વરસાજી ઠાકોર: પૂર્વ નગર પાલિકા સદસ્ય, પાટણ (વોર્ડ નં-૧૧)
  • કનુભા દલાજી વાઘેલા (ઠાકોર): પૂર્વ નગર પાલિકા સદસ્ય, સિદ્ધપુર (વોર્ડ નં-૧)
  • નિરમાબેન સેધુસિંગ ઠાકોર: પૂર્વ નગર પાલિકા સદસ્ય, સિદ્ધપુર (વોર્ડ નં-૨)
  • હસમુખભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ: સક્રિય સભ્ય, સિદ્ધપુર (વોર્ડ નં-૩)
  • વિકાસભાઈ હસમુખભાઈ પ્રજાપતિ: સક્રિય સભ્ય, સિદ્ધપુર (વોર્ડ નં-૩)
  • હેતલબેન રાકેશકુમાર ભટ્ટ: સક્રિય સભ્ય, સિદ્ધપુર (વોર્ડ નં-૩)
  • દિપીકાબેન કિરણકુમાર વ્યાસ: કારોબારી સભ્ય શહેર ભાજપ, સિદ્ધપુર (વોર્ડ નં-૪)
  • ગાયત્રીબેન મિતેશકુમાર ઠાકર: સક્રિય સભ્ય, સિદ્ધપુર (વોર્ડ નં-૫)
  • સજનબેન રાજુજી ઠાકોર: પૂર્વ નગર પાલિકા સદસ્ય, સિદ્ધપુર (વોર્ડ નં-૭)

જિલ્લા અને તાલુકા પંચાયત વિસ્તાર

  • ભગવતીબેન કનુભાઈ પટેલ: સક્રિય સભ્ય, બિલીયા જિલ્લા પંચાયત
  • માનજી પ્રતાપજી રાજપૂત: સક્રિય સભ્ય, નેદરા જિલ્લા પંચાયત
  • હંસાબેન માધવસિંહ ઠાકોર: સક્રિય સભ્ય, ધાણોધરડા તાલુકા પંચાયત
  • ભેમાજી અમથાજી ઠાકોર: સક્રિય સભ્ય, શંખેશ્વર તાલુકા પંચાયત
  • મુકેશભાઈ પચાણભાઈ સોલંકી: પ્રમુખ, રાધનપુર તાલુકા અનુ.જાતિ મોરચો (કામલપુર તા.પં.)
  • જમુબેન ધિરાજી ઠાકોર: પ્રાથમિક સભ્ય, ઝઝામ તાલુકા પંચાયત
  • દિનેશભાઈ ખેમાભાઈ પ્રજાપતિ: પ્રાથમિક સભ્ય, લોદરા તાલુકા પંચાયત
  • મઘાભાઈ દેવણભાઈ ચૌધરી: પ્રાથમિક સભ્ય, વારાહી-૨ તાલુકા પંચાયત
  • રાણીબેન નારણભાઈ આહીર: પ્રાથમિક સભ્ય, મઢુત્રા તાલુકા પંચાયત
  • અગ્નિભાઈ રણછોડભાઈ પટેલ: સક્રિય સભ્ય, કુવારા તાલુકા પંચાયત
  • ધનજીભાઈ વિરાભાઈ રાઠોડ: સક્રિય સભ્ય, ડીંડરોલ તાલુકા પંચાયત

જિલ્લા પંચાયત બેઠક તેમજ વિવિધ તાલુકા પંચાયત બેઠકોના સક્રિય સભ્યો સામે પણ પક્ષે લાલ આંખ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી ટાણે ભાજપના આ કડક વલણને કારણે રાજકીય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here