પાટણના પત્રકાર મિત્રો અને 108 ઈમરજન્સીના સ્ટાફ સાથે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ સરાહનીય બની…

યુનિવર્સિટીના કુલપતિ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે બંને ટીમોને ટ્રોફી અનાયત કરવામાં આવી. ..
પાટણ તા. 31
પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે મંગળવારના રોજ વહેલી સવારે પાટણના પત્રકાર મિત્રો અને 108 ઈમરજન્સી સ્ટાફ પરિવારની એક દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટોસ જીતીને પ્રથમ દાવ 108 ઈમરજન્સી કર્મચારીઓની ટીમે લઈને 15 ઓવરમાં બે વિકેટ ગુમાવી 191 રન નો ટાર્ગેટ પત્રકાર મિત્રોની ટીમને આપ્યો હતો.
જેના જવાબમાં પત્રકાર મિત્રોની ટીમે 15 ઓવર
માં 7 વિકેટ ગુમાવી 74 રન બનાવતાં 108 ઈમરજન્સી ટીમે 117 રનથી આ ટુર્નામેન્ટમાં વિજય હાંસલ કર્યો હતો. બંન્ને ટીમોને યુનિવર્સિટીના કુલપતિ પ્રો.કે.સી.પોરીયા, વૃંદાવન ડેવલોપર્સ પાટણ પરિવારના અને ટુર્નામેન્ટની વિનર્સ ટ્રોફીના દાતા નવનીતભાઈ કોન્ટ્રાક્ટર,પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને રનર્સ અપ ટ્રોફીના દાતા મનોજભાઈ પટેલ,પાટણ-બનાસકાંઠા 108 ના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારી,પાટણ જિલ્લા 108 ના એજ્યુકેટીવ દિનેશભાઈ પટેલ, આશરો સંસ્થાના ચેરમેન રોહિતભાઈ પટેલ,નિભાવ ના તંત્રી અશ્વિનભાઈ જોશી,સરહદ નો સાદ તંત્રી રાજેશભાઈ સોની, પાટણ જિલ્લા માહિતી કચેરીના સંપાદક જીગ્નેશભાઈ નાયક સહિત ના મહાનુભાવોના વરદ હસ્તે વિનર્સ ટ્રોફી અને રનર્સઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 108 ઈમરજન્સી અને પાટણ પત્રકાર મિત્રોની આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રોજેક્ટ ચેરમેન યશપાલ સ્વામી અને બળદેવભાઈ રબારી ના આયોજન ની સૌ પત્રકાર મિત્રો અને 108 ઈમરજન્સી સ્ટાફ પરિવાર સાથે ઉપસ્થિત મહાનુભાવો એ સરાહના કરી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન બાદ સૌ મિત્રોએ મહાનુભાવો સાથે અલ્પાહાર લઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને યાદગાર બનાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



