શહિદોને શ્રધધા-સુમન અપૅણ કરી તેમની વિરતા ને યાદ કરવામાં આવી…

પાટણ તા. ૨૬
1999 ના કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારતીય સૈનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે આ દિવસે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે તેના ભાગ રૂપે શનિવારે પાટણ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા શહેરના ત્રણ દરવાજા થી બગવાડા દરવાજા સુધી મશાલ યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મશાલ યાત્રામા હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે. સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, મહામંત્રી સંજય મોદી,જિગ્નેશ સોની,
જિલ્લા સંયોજક કિશોરભાઈ મહેશ્વરી,વિવેકભાઈ પટેલ પ્રમુખ પાટણ જિલ્લા યુવા મોરચો, દિલીપભાઈ જોશી ઉપપ્રમુખ પાટણ જિલ્લા ભાજપ,શ્રીમતી ચેતનાબેન રાજપૂત પ્રમુખ સરસ્વતી તાલુકા મહિલા મોરચો સહિત શહેર અને જિલ્લા ભાજપ ના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મશાલ યાત્રા ત્રણ દરવાજા થી નિકળી બગવાડા દરવાજા ખાતે સંપન્ન બની હતી. જયાં કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા વિર જવાનો ને શ્રધધા- સુમન અપૅણ કરવામાં આવ્યા હતા.



