વામૈયા-હીસોર-સિધ્ધપુર જવાના રોડ ઉપર આવેલ મોયણી નદીમા પાણી આવતા લોકોમાં આનંદ છવાયો હતો.

પાટણ તા. ૨૭
હવામાન વિભાગની આગાહીના પગલે શનિવાર ની રાતથી જ મેઘરાજા એ ગાજવીજ સાથે પાટણ શહેર સહિત પંથકમાં ધમાકેદાર એન્ટ્રી કરતાં ચારે તરફ જળબંબાકાર ની પરિસ્થિતિ સજૉવા પામી હતી.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પંથકમાં પણ મેઘરાજા એ મહેર કરતાં વામૈયા-હીસોર-સિધ્ધપુર જવાના રોડ ઉપર આવેલ મોયણી નદીમા પાણી આવતા લોકોમાં આનંદ છવાયો હતો.
ગ્રમોયણી નદીમાં પાણી આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો નદી એ દોડી ગયા હતાં અને નદી ના નીરના વધામણા કરી અબાલ વૃધ્ધ સૌએ નદીમાં ન્હાવાની મોજ માણી આનંદ વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here