પાટણ શહેર મંડલ દ્રારાસેવા પખવાડિયા કાર્યશાળા યોજાઈ…

પાટણ તા.૧૩
ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર મંડલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ના આયોજિત ‘સેવા પખવાડિયા’ ના આયોજન માટે ગતરોજ જિલ્લા ભાજપ કાર્યાલય પાટણ ખાતે કાયૅશાળા યોજાઈ હતી.
આ કાર્યશાળામાં ઉપસ્થિત ભાજપના આગેવાનો દ્રારા તા. ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ‘સેવા પખવાડિયા’ના વિવિધ સેવાકીય કાર્યોનું વિસ્તૃત આયોજન કરવા જણાવ્યું હતું.
આ કાયૅશાળામાં ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ દ્રારા ઉપસ્થિત સૌ ભાજપ આગેવાનો ને આવકાયૉ હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here