પાટણ સમીપ આવેલા શ્રીમહાકાળી માતાજી મંદિર (વીડ)ની પાવનકારી ભૂમિ પર શ્રીકષ્ટભંજન હનુમાન પ્રતિષ્ઠા પવૅ ઉજવાશે.

તા.૨૮ થી તા.૩૦ જુન ત્રિદિવસીય આયોજિત પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક સંતો-મહંતો પધારી આશિર્વાદ પાઠવશે…

પાટણ તા. ૧૯
પાટણ સમીપ આવેલા નોરતા,માંડોત્રી,ખાનપુર અને બોરસણ એમ ચાર ગામની વચ્ચે આવેલા પંચાયતી મહાનિર્વાણી અખાડા ના મહંતશ્રી દેવગીરી કપિલ મુની ( રબડીવાલે બાબા)ના શ્રી મહાકાલી શક્તિ પીઠ અને મહાકાળી માતાજીનું મંદિર (વીડ)ની પાવનકારી ભૂમિ પર શ્રધ્ધા અને આસ્થાના પ્રતિકરૂપ શુભ, સંકલ્પ, સહયોગ અને દાનવીરો-કર્મવીરોના સ્નેહ સહકાર તથા અવિરત દાન પ્રવાહ અને સાત્વિક ભાવનાના પરિપાક રૂપે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહા રૂદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો નું આગામી તા. ૨૮ જુન થી તા. ૩૦ જુન એમ ત્રિદિવસીય ભકિત મય માહોલમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવ ના પ્રથમ દિવસે તા. ૨૮ મી જુનને શનિવારે યજ્ઞ પ્રારંભ, પંચાગ કમૅ, મંડપ પ્રવેશ,દેવતા આહવાન, અગ્નિ સ્થાપના, મહા રૂદ્ર હોમ પ્રારંભ,સાંય પુજા- આરતી જેવા કાર્યક્રમ યોજાશે. બીજા દિવસે તા.૨૯ જુન રવિવારના રોજ પ્રાત પૂજન, કળશ યાત્રા, મહા રૂદ્ર આહુતિ કમ પંચકર્મ, મહાસ્નયન, દેવતા યંગ ન્યાસ,સાંય પુજા- આરતી સાથે આશીર્વાદ જેવા કાર્યક્રમ યોજાશે જયારે મહોત્સવ ના અંતિમ દિવસે એટલે કે તા. ૩૦ જુન ને સોમવારે પ્રાત પૂજન,દેવતા આહવાન,દેવતા પ્રતિષ્ઠા,મહારૂદ્ર હોમ, દેવતા બલિદાન, પૂણૉહૂતિ વષૉધારા, મહા આરતી આશિર્વાદ સાથે રાત્રે રાસગરબા સાથે આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું સમાપન કરવામાં આવશે.
આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગની શાસ્ત્રોક્ત વિધિ ડૉ.ચિદાનંદ દિલીપભાઈ ત્રિવેદી (પાટણ) સામવેદી સહિત ના ભૂદેવો દ્રારા કરવામાં આવશે.
આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક સંતો- મહંતો ઉપસ્થિત રહી રૂડા આશીર્વાદ પાઠવશે તો આ પ્રતિષ્ઠા મહોત્સવ મા સહભાગી બનવા અને દશૅન-પ્રસાદનો લાભ લેવા
મહંતશ્રી દેવગીરી કપીલમુની(રબડીવાલે બાબા) પંચાયતી મહાનિર્વાણી અખાડા શ્રી મહાકાલી શક્તિપીઠ નોરતા,માંડીત્રી,ખાનપુર,બોરસણ ચાર ગામ ચોક દ્રારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here