પાટણના જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા નિમિત્તે સૌ પ્રથમવાર ૩૧ ભૂદેવો એ ભગવાન શ્રી સત્ય નારાયણ દેવની કથા કરી.

કથાના મુખ્ય યજમાન પદે ભૂમિકાબેન હિતેશભાઈ રાવલ પરિવાર સહિત ૨૫ પરિવારોએ લાભ લીધો…

ઐતિહાસિક નગર પાટણ ના આંગણે ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ભગવાન જગન્નાથજીની ચાલુ સાલે 143 મી રથયાત્રા નીકળનાર છે ત્યારે આ રથયાત્રાના પવિત્ર પર્વની ઉજવણી ને યાદગાર બનાવવા જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિવિધ ધાર્મિક ઉત્સવોની સાથે સાથે વિવિધ મનોરથોના આયોજન મંદિર પરિસર ખાતે કરવામાં આવી રહ્યા છે. બુધવારની રાત્રે ૮ કલાક થી રાત્રીના ૧૧ કલાકના સમય દરમિયાન ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે સૌ પ્રથમવાર ૩૧ વિદ્ધાન બ્રાહ્મણો દ્વારા ભગવાન શ્રી સત્ય નારાયણ ની કથા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.
જગન્નાથ ભગવાન સન્મુખ પ્રથમવાર ૩૧ ભૂદેવોના સમૂહ દ્રારા આયોજિત ભગવાન શ્રી સત્ય નારાયણ દેવની કથાના મુખ્ય યજમાન પદ નો લહાવો ભૂમિકાબેન હિતેશભાઈ રાવલ પરિવારે (રાવલ એન્ટરપ્રાઇઝ વાળા) લીધો હતો તેઓની સાથે સાથે અન્ય ૨૫ યજમાન પરિવારો પણ ભગવાન શ્રી સત્ય નારાયણ દેવની કથાના યજમાન પદે બિરાજમાન બની ભક્તિ સંગીતના સથવારે ૩૧ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે કથા શ્રવણનો લાભ લઈ દરેક યજમાન પરિવારે ધન્યતા અનુભવી હતી.
ભગવાન શ્રી જગન્નાથ સન્મુખ પ્રથમવાર આયો
જિત આ સત્ય નારાયણ દેવની કથા શ્રવણ નો પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
આ કથા ના આયોજન ને સફળ બનાવવા જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત રથયાત્રા સમિતિના કાર્યકરો સાથે મંદિરના પૂજારી દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here