પાટણની અ.જી.વિદ્યામંદિરમાં પર્યાવરણ જાગૃતિ રેલી યોજાઈ..

પાટણ તા. ૨૬
નોર્થ ગુજ..એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિરમાં શનિવારે કેમ્પસ ડેવલોપમેન્ટ ઓફિસર પ્રો.જય ધ્રુવ ના માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થીઓ અને સમાજમાં પર્યાવરણ અંગે જાગૃતિ માટે કેમ્પસમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “પર્યાવરણ જાગૃતિ રેલી”નું આયોજન કરવામાં આવેલ હતું.


આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ પર્યાવરણના જતન અને સંવર્ધન અંગેના પોસ્ટર અને ચિત્રો બનાવેલ. ત્યારબાદ સમગ્ર કેમ્પસમાં શાળાના બાળકો અને શિક્ષકોએ રેલી સ્વરૂપે કેમ્પસની દરેક ભગીની સંસ્થામાં જઈ એક–એક છોડ ભેટ આપી સૌને “એક પેડ મા કે નામ” અભિયાનમાં જોડાવવા આહવાન કરેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યા શ્રીમતી વંદનાબેન દવે, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને CDO પ્રો.જય ધ્રુવે બિરદાવ્યા હતાં.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here