પાટણની ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ ખાતે રક્ષાબંધન પવૅ ની ઉજવણી કરાઈ..

નર્સરી થી ધોરણ 12 ના વિધાર્થીઓને રક્ષાબંધન પવૅ નું મહત્વ સમજાવ્યું…

પાટણ તા. ૮
પાટણ ની સૌ પ્રથમ સીબીએસઈ માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ ખાતે દરેક ધાર્મિક તહેવારો ની ઉજવણી ઉત્સાહ ભેર કરવામાં આવે છે ત્યારે ભાઈ બહેનના પવિત્ર ગણાતાં રક્ષાબંધન પવૅની શુક્રવાર ના રોજ સુંદર ઉજવણી કરવામાં આવી હતી.
આ રક્ષાબંધન પવૅ નિમિત્તે શાળાના નર્સરી થી ધોરણ 12 સુધીના તમામ વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. શાળાની વિધાર્થીનીઓએ તમામ વિધાર્થી ભાઈઓને કુમ કુમ તિલક કરી રાખડી બાંધી મો મીઠું કરાવી ઉચ્ચ કારકિર્દી ની કામનાઓ વ્યકત કરી હતી.
શાળા ખાતે આયોજિત રક્ષાબંધન પવૅની ઉજવણીના સુંદર આયોજન બદલ શાળાના સંચાલક મંડળ સહિત પ્રિન્સિપાલ જોઈન સર યામીનીબેન અને શાળાના સ્ટાફ પરિવારે પણ સહભાગી બની સૌને રક્ષાબંધન નું મહત્વ સમજાવી રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here