પાટણની બોમ્બે મેટલ પ્રા. શાળામાં આનંદ દાયી શનિવાર અને બેગ લેસ દિન નિમિતે સમૂહ જન્મ દિન સાથે ગૌરી વ્રતમાં દીકરીઓનું પૂજન કરાયું…

પાટણ તા. ૧૨
પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં આનંદ દાયી શનિવાર અને બેગ લેસ દિન નિમિતે શાળાના કુલ ૭૦ વિધાર્થીઓના સમૂહ જન્મદિને ગાયત્રી પરિવાર ના સાથ સહકાર સાથે યજ્ઞ કરી ઉજવવામાં આવ્યો હતો.
વધુ માં શાળાની ૫૦ દીકરીઓએ ગૌરી વ્રત કર્યું હોય તે તમામ દીકરીઓનું પૂજન પણ શાળા પરિવારના શિક્ષકો દ્વારા કરી ગૌરી વ્રત નું મહત્વ સમજાવવામા આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here