વેશભૂષા કાર્યક્રમમાં સોસાયટીના અંદાજે 70 થી વધુ લોકોએ ભાગ લીધો

તમામ સ્પર્ધકોને સોસાયટીના રહીશ ચિંતનભાઈ પટેલ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા
માતાજીના પવિત્ર પર્વ નવરાત્રીની ભાવભક્તિ અને ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે જે અંતર્ગત પાટણ શહેરની શ્રી બાલાજી ગ્રીન સોસાયટી ખાતે નવરાત્રી નિમિત્તે આઠમના દિવસે વેશભૂષા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સોસાયટીના નાના બાળકો, સ્ત્રીઓ તથા પુરુષોએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકારની વેશભૂષા ભજવી ભાગ લીધો હતો. વિવિધ વેશભૂષા સાથે સોસાયટીના અંદાજે 70થી વધુ લોકોએ વેશભૂષામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે તમામ સ્પર્ધકોને સોસાયટીના રહીશ ચિંતનભાઈ પટેલ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.
સોસાયટીના રહેવાસીઓએ આ આયોજનને ખુબ સરાહ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.



