મેડિકલ નગરી તરીકે જાણીતા પાટણ મા વર્ષો થી અનેક તબીબો અલગ અલગ સ્પેશ્યિયાલીટી મા દર્દીઓને ઓછા ચાર્જ સાથે વધુ સારી સારવાર આપવા માટે પ્રખ્યાત છે ત્યારે ગઇકાલે પાટણ ના મેડીકલ ફિલ્ડ માટે ગૌરવરૂપ કહી શકાય એવી પાટણની સૌપ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી દેવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં કરવામાં આવી. જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો વિમલ ગાંધી અને ડો મૃદેવ ગાંધી ની ટીમ દ્વારા આ robotic knee replacement સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી.

ડો વિમલ ગાંધી અને ડો મૃદેવ ગાંધી ની ટીમ દ્વારા આ કરવામા આવેલી સૌપ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીથી પાટણમાં મેડિકલ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. જે પાટણના મેડિકલ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ અવસર છે. આ સર્જરીને જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. વિમલ ગાંધી અને ડો. મૃદેવ ગાંધીની ટીમે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને, પેશન્ટને વધુ સારી સારવાર મળી રહેશે, અને આ પ્રકારની સર્જરી પાટણના મેડિકલ ક્ષેત્રમાં એક નવી શરૂઆત તરીકે ઊભરી છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે ડો. વિમલ અને ડો. મૃદેવ ગાંધી તથા તેમની ટીમ ઉપર અભિનંદન ની વર્ષા થઇ રહી છે…



