પાટણમાં વોડૅ વાઈઝ પાટણ ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો વયવંદના કાર્યક્રમ…

70 વર્ષ થી વધુ ઉંમરના દરેક વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સારવાર માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યાં…

પાટણ તા. 5
પાટણ ભાજપ દ્વારા શહેરમાં વોડૅ વાઈઝ આયોજિત વયવંદના કાર્યક્રમ અંતર્ગત વોર્ડ 1 માં રામજી મંદિર, સાલવીવાડા ચોકમાં યોજાયો હતો.
વયવંદના કાર્યક્રમના પાટણ જિલ્લાના ઇન્ચાર્જ નિલેશભાઈ રાજગોર, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ,મહામંત્રી સંજયભાઈ મોદી,જીગ્નેશ સોની,કિસાન મોરચાના જિલ્લા મહામંત્રી સંજય પટેલ,વોર્ડ 1 ના કોર્પોરેટર મનોજ પટેલ,ભાવીન સાલ્વી, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ નૈતિક પટેલ, રાજુભાઇ ઠાકોર સહિત ના વોર્ડ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી 70 વષૅથી ઉપરની ઉમરના 85 વડીલો ના આયુષ્ય માન કાડૅ કાઢી આપવામાં આવ્યાં હતાં.
જયારે વોર્ડ નં.6 માં ગાયત્રી મંદિર ખાતે સવારે 9:00 થી 1:00 કલાક સુધી આયોજિત આ મેગા ડ્રાઈવમાં પણ વિસ્તારના કોર્પોરેટરોને સાથે રાખી ટીમ દ્વારા 106 જેટલા વડિલો ને મફત સારવાર માટે ના આયુષ્ય માન કાઢી આપવામાં આવ્યાં હોવાનું શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલે જણાવ્યું હતું.
પાટણ ભાજપ દ્વારા આયોજિત આ સેવાકિય કાર્યને દરેક વોડૅ ના રહીશો સહિત વડીલોએ સરાહનીય લખાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here