પ્રદેશ ભાજપ પ્રમુખની શુભેચ્છા મુલાકાત લેતા પાટણના ગાયનેક ડો.વી. એમ.શાહ અને પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ..

પાટણ તા. 3
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે મંગળવારે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી સાથે પાટણના જાણીતા ગાયનેક ડો. વ્યોમેશભાઈ એમ.શાહ, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ અને પૂર્વ નગર સેવક પ્રહલાદભાઈ રાવળ સાથે ડીસા શહેર ભાજપ પ્રમુખ નાઓએ શુભેચ્છાઓ મુલાકાત લીધી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માજીને પાટણના ગાયનેક ડો.વ્યોમેશભાઈ શાહે પોતાનો પરિચર આપતાં વિશ્વકર્માજી એ તેઓની ગાયનેક ક્ષેત્ર મા ટાકા વગરના ગર્ભાશયના ઓપરેશનમાં ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવેલ નામના બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
સાથે સાથે તેઓએ પાટણ નગરપાલિકાના યુવા, ઉત્સાહી મહિલા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ ને પણ શહેરના વિકાસ કામોને આગળ ધપાવવા અને ભારતીય જનતા પાર્ટીના સૌના સાથ સૌના વિકાસના મંત્રને ચરિત્રાર્થ કરવા જણાવ્યું હતું. તેઓએ પાટણ નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને પાલિકા પ્રમુખના પતિ પ્રહલાદભાઈ રાવળને પણ પાટણના પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ માટે પાલિકા ને સહયોગી બનવા જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ડીસા શહેર ભાજપ પ્રમુખ પણ ખાસ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here