મહેસાણા એ’ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. ૩.૪૪ લાખના ૧૮ મોબાઈલ પરત કરાયા

મહેસાણા:
મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોના ખોવાયેલા કિંમતી મોબાઈલ શોધી કાઢીને એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આયોજિત ખાસ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ. ૩,૪૪,૩૭૦/- ની કિંમતના ૧૮ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસીંઘ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ દ્વારા નાગરિકોના ગુમ થયેલા કે ગેરવલ્લે થયેલા મોબાઈલ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એલ. પારગીને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને પગલે ટેકનિકલ ટીમ અને સર્વેલન્સ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપી કામે લગાડવામાં આવ્યા હતા.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એલ. પારગીના નેતૃત્વમાં પી.એસ.આઈ. શ્રી જે.આર. જાડેજા, વુમન લોકરક્ષક ઉર્જાબેન ભરતભાઇ , આઇ.ટી એક્સપર્ટ અમિતકુમાર નરસિંહભાઇ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ટીમે આધુનિક ટેકનિકલ વર્કઆઉટ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ગુમ થયેલા વિવિધ કંપનીના ૧૮ મોબાઈલ શોધી કાઢ્યા હતા.
મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં જ્યારે નાગરિકોને તેમના મોબાઈલ પરત સોંપવામાં આવ્યા ત્યારે તેઓએ પોલીસની આ ત્વરિત અને પારદર્શક કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here