મહેસાણા: એ-ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. 3.20 લાખના 19 ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

​મહેસાણા, ગુરુવાર:
મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ટીમવર્કની મદદથી નાગરિકોના ગુમ કે ગેરવલ્લે થયેલા અલગ-અલગ કંપનીના કુલ ૧૯ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ તમામ મોબાઈલ, જેની અંદાજિત કિંમત રૂ. ૩,૨૦,૩૮૭/- થાય છે, તે પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેમના અસલી માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસીંઘ યાદવ, મહેસાણા એસપી હિમાંશુ સોલંકી અને ડીવાયએસપી મિલાપ પટેલની સૂચનાથી એ-ડિવિઝન પીઆઈ આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.આર. જાડેજા, આઈટી એક્સપર્ટ અમિતકુમાર, વુમન લોકરક્ષક ઉર્જાબેન સહિતના સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ વર્કઆઉટ કરીને આ પ્રશંસનીય કામગીરી કરી હતી. ​આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવામાં પીઆઈ આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ કૌશિકભાઇ વિરસંગભાઇ, એએસઆઈ અજયસિંહ ઉદયસિંહ, અ.હે.કો. જયદીપકુમાર પ્રભુદાસ, અ.પો.કો. પિયુષભાઇ ડાહ્યાભાઇ, સંકેતકુમાર દિનેશભાઇ, કંદર્પકુમાર કિર્તીભાઈ, તરૂણકુમાર કાનજીભાઇ, અબ્દુલગફાર સૈયદઅલી, કલ્પેશકુમાર કેશવલાલ, મનિષકુમાર બાબુભાઇ અને ચેતનકુમાર વેલજીભાઇ સહિતના સ્ટાફે પ્રશંસનીય ટીમવર્ક દાખવ્યું હતું.
પોતાના ખોવાયેલા કિંમતી મોબાઈલ પરત મળતા નાગરિકોએ મહેસાણા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here