મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ નું રવિવારે સવારે પાટણમાં પદાર્પણ થશે..

મુનિરાજ શ્રી ના પદાર્પણ પ્રસંગે સવારે ૭ વાગે ત્રણ દરવાજા થી શોભાયાત્રા યોજાશે..

પાટણ તા. ૧૩
પાટણ ના પંચાસરા મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ૧૫ જુન નાં રવિવારે સવારે શ્રી સોધર્મ બૃહત્તપાગચ્છ ત્રિસ્તુતિક જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજય મહારાજ આદિ ઠાણા નું પદાર્પણ થશે, મુનિરાજ શ્રી ના પદાર્પણ ને લઈ ને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય દ્વારા ત્રણ દરવાજા થી રવિવારે સવારે ૭ કલાકે પ્રવેશ ની શોભાયાત્રા યોજાશે.
જે મુખ્ય માર્ગ પર પરિભ્રમણ કરી ને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં ધર્મસભામાં પરિવર્તિત થશે.
મુનિરાજ શ્રી ૧૫ જુન થી ૨૦ જુન સુધી પાટણ ના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય મા સ્થિરતા કરશે, ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય નાં અગ્રણીઓ એ જણાવ્યું કે મુનિરાજ શ્રી અમદાવાદ આદિ
નગરો માં આયોજિત કાર્યક્રમ સંપન્ન કરાવી ને તેઓશ્રી ના આગામી નિર્ધારિત થયેલા શંખેશ્વર તીર્થ ખાતે ના ચાતુર્માસ હેતુ પધારી રહ્યા છે.
ત્યારે તેઓશ્રી ને પાટણ પધારવા માટે પાલીતાણા અમદાવાદ આદિ અનેક નગરો માં ત્રિસ્તુતિક સંઘ પાટણ તેમજ પાટણ સંઘ ના અગ્રણીઓ એ વીનંતી કરી તેનો સ્વીકાર કરી ને અમદાવાદ થી વિહાર કરી ને રવિવારે સવારે પાટણ પદાર્પણ કરશે.
મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજના સાથે મુનિરાજ શ્રીઅજીતસેનવિજયજી સાહેબ નું પણ પાટણ પદાર્પણ થઈ રહ્યું છે, મુનિરાજ શ્રી ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે પુર્વ માં ૧૨૭૨ દિવસ સુધી નિરંતર સ્થિરતા કરી ને મુનિરાજ શ્રી નિપુણરત્નવિજયજી મહારાજ આદિ ઠાણા ને સંસ્કૃત પ્રાકૃત આદિભાષા નાં કઠીન ગ્રંથોનોઅભ્યાસ પુર્ણ કરાવ્યો હતો.
આ દરમિયાન મુનિરાજ શ્રી એ લોકો ને પ્રેરણા આપી ને અનેક ધાર્મિક સામાજિક આઘ્યાત્મિક કાર્યક્રમ સંપન્ન કરાયા હતા તેમજ અનેક લોકો ને વ્યસન મુક્ત બનાવ્યા હતા.
મુનિરાજ શ્રીએ ૨૯ નવેમ્બર ૨૦૨૧ ના પાટણ થી પ્રયાણ કર્યા બાદ પ્રથમ વાર પાટણ માં પાંચ દિવસ માટે પધારશે, પદાર્પણ ને લઈ ને ત્રિસ્તુતિક જૈન સંધ ના સદસ્યો સહિત સ્થાનિક લોકો માં ખુશીનું વાતાવરણ સર્જાયું છે, મુનિરાજ શ્રી ના પદાર્પણ પ્રસંગે મંગળ પ્રવેશ સહિત દરેક કાર્યક્રમ માં લોકો ને ઉપસ્થિત રહેવા માટે ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયના મનસુખભાઇ મોરખીયા,હસમુખભાઈ ધરુ, ભરતભાઈ શાહ, કમલેશભાઈ શાહ ,વિજયભાઈ શાહ તેમજ પાટણ જૈન સંધના અગ્રણી ધીરુભાઈ શાહ, સંજયભાઈ મોદીએ દરેક ને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું છે
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here