અધ્યાપકોએ કરેલું વૃક્ષ જતનનું કામ સમાજ માટે ઉપયોગી બનશે : કુલપતિ
પાટણ તા. ૧૮
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગ ખાતે શુક્રવારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ પ્રસંગે કુલપતિ પ્રો. કે. સી. પોરિયા એ જણાવ્યું હતું કે“આપણી યુનિવર્સિટી, આપણું ગૌરવ” અંતર્ગત અધ્યાપકોએ કરેલું વૃક્ષ જતનનું કામ સમાજ માટે ઉપયોગી બનશે.
પાટણ યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દેશી કુળના વૃક્ષો નું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
આ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે એમ.એસ. ડબ્લ્યુ સમાજ કાર્ય વિભાગ ના અધ્યાયપક ડૉ.રોશન અગ્રવાલ અને ડૉ. નિશા પટેલ અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કયુઁ હતું.



