વડોદરામાં આવકવેરાના સાંપ્રત પ્રવાહ વિષે સેમિનાર યોજાયો

સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલટન્ટે વક્તા સી.એ. પ્રશાંત ઉપાધ્યાયનો આવકવેરાના સાંપ્રત પ્રવાહ વિષે માર્ગદર્શન સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. તેમજ ટેક્ષ ફાઈલિંગ પ્રક્રિયામાં ડીજીટલીકરણ, કાળાધન- અઘોષિત વિદેશી આવક અને કર લાદણી અધિનિયમ-૨૦૧૫, ફોરેન એકાઉન્ટ ટેક્ષ કોમ્પ્લાયન્સ અધિનિયમ તેમજ વિવિધ હાઇકોર્ટ તેમજ ટ્રિબ્યુનલના ચુકાદા બાબતનું માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારનું સંચાલન એડવોકેટ મનીષ શાહ, એડવોકેટ રોમિલ અમીને કર્યું હતું.
સેમિનારમાં સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલટન્ટના પ્રમુખ દીપક અમીન, સેક્રેટરી ધર્મેશ ગાંધી, ઉપપ્રમુખ પ્રજ્ઞેશ ભગત, કે. બી. શાહ, નિરંજન વૈદ્ય, મનુ વાઘેલા, જનક શાહ, લલીત શાહ ઉપસ્થિત રહ્યા હતા. મનીષ જોષી “મૌન”ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here