તા.૩૦ જુન, ૨૦૨૫ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે
પાટણ જિલ્લામાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) પાટણ ખાતે ફીટર, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, મિકેનિકલ ડીઝલ, ડ્રાફ્ટમેન સિવિલ, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ICTSM, કોસ્મેટોલોજી. મિકેનિક મોટર વ્હીકલ, આર્મેચર મોટર રીવાઈડીંગ જેવા વિવિધ ૧૨ જેટલા ટ્રેડમાં હાલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેના માટે ઉમેદવારો તા. ૩૦ જૂન, ૨૦૨૫ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.
એડમિશન માટે રજિસ્ટ્રેશન, ફી અને ચોઈસ ફિલિંગ વગેરે જેવી માહિતી માટે સંસ્થા ખાતે રૂબરૂ સંપર્ક કરી શકાશે. પ્રવેશ માટે ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા ઉમેદવારો તા. ૩૦ જૂન, ૨૦૨૫ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રક્રિયા માટે આઈ.ટી.આઈ પાટણ ખાતે નિઃશુલ્ક હેલ્પ સેન્ટર સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં ઓનલાઈન ફોર્મ પણ ભરી આપવામાં આવશે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો કચેરી સમય દરમ્યાન પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે રૂબરૂ સંપર્ક કરી શકશે. જે આચાર્ય વર્ગ-૧ કું એમ ઝેડ વાઘેલાની અખબારી યાદીમાં જણાવાયું છે.



