પાટણ તા.૧૦
પાટણમાં વાઇબ્રન્ટ ગુજરાત રીઝિયનલ કોન્ફરન્સ નોર્થ ગુજરાતનું આયોજન ૧૧ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યે પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ પણ હાજરી આપશે.
આ કાર્યક્રમમાં એક્સપોર્ટ ચેલેન્જીસ અને GI-TAG અંગે માર્ગદર્શન આપવામાં આવશે.કાર્યક્રમમાં મોટા ઉદ્યોગગૃહો, MSME ઉદ્યોગકારો, ઔદ્યોગિક એસોસિએશન, બિલ્ડિંગ એસોસિએશન, સખીમંડળ, સહકારી મંડળીઓ અને FPO ના પ્રતિનિધિઓ જોડાશે. કુલ ૩૭ MSME સ્ટોલ્સ લગાવવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ, કુટીર ઉદ્યોગ ક્લસ્ટર્સ અને EDI સહિતની જિલ્લાની વિવિધ કચેરીઓ પણ પોતાના પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરશે.
જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં પાટણ જિલ્લાને મહત્તમ લાભ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમથી જિલ્લામાં રોજગારીનું પ્રમાણ વધશે અને સ્થાનિક સ્તરે નવી તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




