શિક્ષણએ વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્યનાં પાસપોર્ટ છે : કુલપતિ..

બેંગ્લોર સ્થિત ક્રીસ્તુ જયંતિ કોલેજમાં એન્યુઅલ સ્ટ્રેટેજીક પ્લાન સેમિનાર યોજાયો..

પાટણ તા. ૭
ભારતના નેશનલ રેન્કિંગમાં આર્ટસ ,સાયન્સ અને કોમર્સ કોલેજોમાં પ્રથમ રેન્ક ઘરાવનાર અને NAAC A++ ગ્રેડ ઘરાવતી ઓટોનોમોસ કોલેજ – ક્રીસ્તુ જયંતિ કોલેજમાં એન્યુઅલ સ્ટ્રેટેજીક પ્લાન સેમિનારમાં મુખ્ય અતિથી તરીકે પાટણ યુનિવર્સિટીનાં કુલપતિએ ખાસ ઉપસ્થિત રહી પોતાનું ઉદબોધન આપ્યું હતું.
બેંગ્લોર સ્થિત નેક A++ ગ્રેડ ઘરાવતી અને નેશનલ રેન્કિંગમાં આર્ટસ,કોમર્સ અને સાયન્સમાં પ્રથમ સ્થાન ઘરાવતી ક્રીસ્તુ જયંતિ ઓટોનોમોસ કોલેજમાં પ્રતિ વર્ષ એન્યુઅલ સ્ટ્રેટેજીક પ્લાન અંત
ર્ગત તમામ આચાર્યો, અધ્યાપકો,મેનેજમેન્ટ તથા વહીવટી અધિકારી
ઓ અને વિદ્યાર્થીઓ માટે સેમીનાર યોજાઈ છે. જેમાં દેશભરમાંથી ખ્યાતનામ લોકોને આમંત્રિત કરવામાં આવે છે.
ચાલુ સાલે આ સેમિનારમાં પાટણ યુનિવર્સિટી ના કુલપતિ પ્રોફે. કિશોરકુમાર પોરીયાને મુખ્ય અતિથી તથા સેમીનાર ઉદ્દઘાટક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતાં.
તેઓએ “ચેલેજીંગ પેરેડાઈમ સીફટ ઇન ઇન્ડિયન હાયર એજ્યુકેશન
સીસ્ટમ પર પોતાનું ઉદબોધન આપ્યું હતું.
શરૂઆતમાં તેઓએ પાટણની પ્રભુતા અને આજુબાજુ આવેલાં દર્શનીય સ્થળો,જેવા કે મોઢેરા,અંબાજી, ઉંઝા, બહુચરાજી,નડાબેટ, અમદાવાદ,મહેસાણા અને બનાસ ડેરી વગેરે વિષે માહિતી આપી ઉત્તર ગુજરાતનાં પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નિરમા ના ચેરમેન કરશનભાઈને પણ યાદ કરી પાટણ યુનિવર્સિટી અને પાટણની પ્રભુતા દર્શાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણએ વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્યનાં પાસપોર્ટ છે. અને હાલનો તબક્કો આપણી ભાતીગળ અને પરંપરા શિક્ષણ વ્યવસ્થાથી આધુનિક વ્યવસ્થા,જથ્થાબંધ શિક્ષણથી મૂલ્ય આઘારિત શિક્ષણ,ડીગ્રીથી સ્કિલ અને ભણાવવાને બદલે શીખવવા તરફનાં પ્રમાણને લીધે આપણું ઉચ્ચ શિક્ષણ પેરેડાઈમ શિફ્ટમાથી પસાર થઇ રહ્યું છે.
આજે શિક્ષણ,આઈડિયા અને ઇનોવેશન,રીસર્ચ આઉટપુટ, પ્રોજેક્ટ અને એન્ટરપેનીયોરીશીપ આધારિત શિક્ષણ તેનું કારણ બન્યું છે. ઓનલાઈન અને હાઇબ્રીડ મોડ્યુલ્સ, ડિજીટલ યુનિવર્સિટીઓ, વર્ચ્યુલ લેબ અને એ-આઈ આધારિત પ્લેટફોર્મ,મુક અને સ્વયંમ દ્વારા થનાર પરિવર્તનમાં આપણે (શિક્ષકો) સાધન અને સાક્ષી બની રહ્યા છીએ. સંપૂર્ણ મલ્ટી ડીસપીલીનરી ઇકો સિસ્ટમમાં એકાઉન્ટ બેંક ઓફ ક્રેડીટ, બદલાતા સિલેબસ. મલ્ટી એન્ટ્રી-એક્ઝીટ, સંશોધનો
નું સંકલન, ઓન ડિમાન્ડ પરીક્ષાઓ અને ગ્રામ્ય, શહેરી,રાષ્ટ્રીય અનેઆંતરરાષ્ટ્રીયકરણથી આપણે ” જ્ઞાન પિપાસુ” વિદ્યાર્થીઓ સ્ટ્રેટેજીક પ્લાનીગથી આકર્ષિત કરવા પડશે. અને સૌ સાથે મળીને વિકસિત ભારત @ ૨૦૪૭ને સાધિત કરવું પડશે.
આ પેરેડાઈમ સિફટએ પસંદગી નથી પરંતુ જરૂરિયાત છે, જે સંસ્થાઓ આમાંથી શીખશે તેનુ જ અસ્તિત્વ રહેશે. અને બાકીનાં હંમેશા માટે પાછળ રહી જશે તેવું કુલપતિ પ્રો. પોરિયા એ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here