પાટણ – ઉઝા હાઈવે પરથી પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકો સહિતના ઓએ સેવા કેમ્પની સરાહના કરી…

પાટણ તા. ૧૮
શીખ સમાજના પાંચમા ધર્મગુરુ શ્રી ગુરુ અરજન દેવજી મહારાજ ના શહીદ દિન નિમિત્તે ગુરૂવારના રોજ પાટણ અને બનાસકાંઠાના શીખ સમાજના પરિવારજનો દ્વારા શહેરના પાટણ – ઊંઝા હાઈવે રોડ પર થી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો તેમજ આજુબાજુના વેપારીઓને ઉનાળાની ગરમીમાં રાહત આપતા દૂધમાંથી બનાવેલા ઠંડા શરબત તેમજ મસાલેદાર વઘાર કરેલા દેશી ચણાનું વિતરણ કરવાનો સેવાકીય કાર્યક્રમ યોજી પોતાના પાંચમા ધર્મ ગુરુને શ્રદ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા.

આજથી ૪૦૦ વર્ષ પૂર્વે મોગલો દ્વારા હિન્દુ પરિવારો પર કરવામાં આવેલ આક્રમણ સમયે હિન્દુ પરિવારોને બચાવવા અને સનાતન સંસ્કૃતિ ના રક્ષણ માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી શહિદી વ્હોરનાર શિખ સમુદાયના પાચમાં ધર્મગુરુ શ્રી ગુરુ અરજન દેવજી મહારાજ ના શહિદ દીનની દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ પાટણ શહેરના રામનગર વિસ્તારમાં રહેતા અને ભૂડ પકડવાનો વ્યવસાય કરી શહેરીજનો સાથે ભાઈચારાની ભાવનાથી છેલ્લા પિસતાલીસ વર્ષથી વસવાટ કરતાં શીખ પરિવારજનોની સાથે સાથે બનાસકાંઠા મા રહેતા શીખ પરિવાર દ્વારા પાટણ- ઉઝા રોડ પર થી પસાર થતાં રાહદારીઓ, વાહન ચાલકો અને આજુબાજુના વેપારીઓને દુધ માથી તૈયાર કરવામાં આવેલ અંદાજિત ૧૫૦૦ લિટર ઠંડા સરબત સાથે અંદાજિત ૧૫૦ કિલો વધારેલ મસાલેદાર દેશી ચણા નું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરી શીખ સમાજના પરિવારજનોએ પોતાના પાચમાં ધર્મગુરુ શ્રી ગુરુ અરજન દેવજી મહારાજ ને શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ હતા.
શીખ સમાજના ધર્મગુરુ ના શહિદ દિન નિમિત્તે આયોજિત આ સેવાકાર્ય મા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના શીખ પરિવારના અબાલ- વૃધ્ધ સૌએ ઉપસ્થિત રહી સહભાગી બન્યાં હતાં.




