ગુરૂવાર થી રવિવાર સવારે 11 થી 5 ના સમય દરમ્યાન અવનિ હોસ્પિટલ ખાતે થી આ સેવા ઉપલબ્ધ બનશે.

જે વિધાર્થીઓ પોતાની માર્કશીટ ની ઝેરોક્ષ લઈને આવશે તેને જ નોટબુક- ચોપડા અને શૈક્ષણિક કીટ આપવામાં આવશે..
પાટણ તા. 17
મેડિકલ ક્ષેત્રની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે હમેશાં સેવારત રહેતા અને પાટણ શહેરની અનેકવિધ સેવાકીય, સામાજિક,ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમજ ગર્ભાશય
ના ટાંકા વગર ના ઓપરેશન ની આગવી ટેક્નિક વિકસાવી ગ્રિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનાર પાટણની અવનિ હોસ્પિટલ ના જાણીતા ગાયનેક તબિબ ડો. વ્યોમેશ એમ. શાહ દ્વારા ચાલુ વર્ષે પાટણ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ધો- 1થી 12 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે નિશુલ્ક નોટબુકો- ચોપડા અને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવનાર છે.
આ નિશુલ્ક ચોપડા- નોટબુક સાથે શૈક્ષણિક કીટ મેળવવા ઈચ્છતા જરૂરિયાત મંદ પરિવારના વિધાર્થીઓએ ગુરૂવાર થી રવિવારના દિવસોમાં સવારે 11 થી 5 કલાકના સમય દરમ્યાન પાટણ ના સુભદ્રા નગર સ્થિત અવનિ હોસ્પિટલમાં ફરજ બજાવતા કમૅચારી જયંતીભાઈ મો.99245 55704, રાજુભાઈ મો. 92287 86081, વિષ્ણુભાઈ મો. 92284 19097, છનાભાઈ મો.92277 70001, વિનોદભાઈ મો. 84696 84933 પર સંપકૅ કરી પોતનું નામ નોધાવી કીટ મેળવવા આવે ત્યારે પોતાની માકૅશિટ ની ઝેરોક્ષ કોપી લઈને આવવાનું રહેશે.
ડો.વ્યોમેશ એમ. શાહ દ્વારા આ શૈક્ષણિક સેવામાં તેમના પુત્ર ડો.દીપ વ્યોમેશ શાહ સહિત સમગ્ર અવનિ હોસ્પિટલ પરિવાર સહયોગી બની આ શૈક્ષણિક સેવા કાર્યમાં જોડાનાર હોવાનું ડો. વ્યોમેશ શાહે જણાવ્યું છે.




