પાટણ
નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટી, પાટણના મંત્રી અને બુનકર પ્રકોષ્ઠ સહકાર ભારતીના પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ એલ. પરમારની સહકાર ભારતીના તાલુકા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ગત ૫ જૂનના રોજ હારીજ ખાતે યોજાયેલી જિલ્લા બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ નિમણૂકને પગલે સંસ્થાની માસિક સમીક્ષા બેઠક દરમિયાન શ્રી ઈશ્વરભાઈ પરમારનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. પાટણ ખાતે યોજાયેલી આ સન્માન મિટિંગમાં સંસ્થાના પ્રમુખ શ્રી હિરેનભાઈ શાહ, વાડીભાઈ પટેલ, અશ્વિનભાઈ પંચાલ, ભરતભાઈ ઠક્કર, લીલાબેન સ્વામી તેમજ ચિરાગભાઈ જોશી સહિત સંસ્થાના તમામ સ્ટાફ મિત્રો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ભેટ આપી ઈશ્વરભાઈને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના નેતૃત્વમાં સંસ્થાની પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.




