અધ્યક્ષે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી તમામ પ્રકારની મદદ માટે તંત્ર ને સુચિત કયૉ..
પાટણ તા.૧૧
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
એ ગુરૂવારે રાધનપુર અને સાંતલપુર તાલુકાનાં પુર પિડિતો ની મુલાકાત લઈ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી તમામ પ્રકારની મદદ કરવા તંત્ર ને સુચિત કરી તેમણે ભારે વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું.
તાજેતરમાં સાંતલપુર પંથકમાં પડેલા વિનાશક વરસાદ ના કારણે નલીયા ગામમાં પાંચ અને રણમલપુરામાં એક વ્યક્તિનું નદી
માં ડૂબી જવાથી મોત થયું હતું. ગુરુવારે વિધાનસભા અધ્યક્ષે મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી.તેમણે દરેક પરિવારને સાંત્વના આપી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી.
અધ્યક્ષે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. પૂર પીડિતોને તાત્કાલિક મદદ પહોંચા
ડવા માટેના નિર્દેશો પણ આપ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષની આ મુલાકાત દરમિયાન સ્થાનિક રાજકીય – સામાજિક આગેવાનો પણ તેઓની સાથે જોડાયા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




