પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સરહદી રેન્જ કચ્છ-ભુજ તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી તેમજ પાટણ નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી અને રાધનપુર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી જયારે આ સુચના આધારે પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.એ.શાહ સીધા માર્ગદર્શન હેઠળ હારીજ સર્વેલન્સ ટીમના માણસો હારીજ પોલીસ સ્ટેશનના ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમા હતા તે દરમ્યાન મળેલી બાતમી ના આધારે હારીજ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.૨.નં-૧૧૨૧૭૦૦૯૨૫૦ ૪૮૯/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫.એઇ,૧૧૬(બી),૯૮,૮૧ તેમજ એમ.વી એકટ-૩,૧૮૧, ૧૩૦(૧), ૧૭૭, ૧૯૬ મુજબના ગુના કરી આશરે છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતો આરોપી ઠાકોર ભરતજી ચમનજી રહે. અમદાવાદ, કુબેરનગર રાજાવીર ઠાકોરવાસ જી.અમદાવાદવાળો હાલમાં અમદાવાદ ખાતે તેના ઘરે આવ્યો હોવાની પોલીસને બાતમી મળતા હારીજ પોલીસ ટીમ શ્રી એન.એ.શાહ, પો.ઇન્સ. હારીજ પોલીસ સ્ટેશન, એ.એસ.આઈ ખોડાજી સોમાજ, અ.હેડ.કોન્સ વિજયભાઇ લગધીરભાઇ, અ.હેડ.કોન્સ ખુમાણભાઇ હમીરભાઇ, અ.પો.કોન્સ પ્રવિણજી ગુલાજી, આ.પો.કોન્સ ભગાજી સરતાનજી, આ.પો.કોન્સ મોઘજીભાઈ રામસુંગભાઇના પ્રયત્નો થી આરોપીને અમદાવાદ કુબેરનગર ઠાકોરવાસ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે………….!



