કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિંહે વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લીધી

કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT), નવી દિલ્હીના સભ્ય શ્રીમતી મોના સિંહે આજ રોજ પાટણ જિલ્લાની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન તેમણે પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું નિરીક્ષણ કરી તેની ભવ્યતા અને કારીગરીને બિરદાવી હતી.

પાટણ ખાતે આગમન બાદ શ્રીમતી મોના સિંહે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિશ્વવિખ્યાત ‘રાણીની વાવ’ની મુલાકાત લીધી હતી. તેમણે વાવના અદ્વિતીય સ્થાપત્ય, શિલ્પકળા તથા ઐતિહાસિક મહત્વ વિશે માહિતી મેળવી હતી અને વાવની અપ્રતિમ કોતરણીને મન ભરીને નિહાળી હતી.

સાંજના સમયે રાણીની વાવ ખાતે આયોજિત વિશેષ ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ પણ તેમણે નિહાળ્યો હતો. આ શો દ્વારા પાટણના ગૌરવશાળી ઇતિહાસ, સાંસ્કૃતિક પરંપરા અને રાણીની વાવના ઐતિહાસિક મહત્વને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યું હતું, જેને શ્રીમતી મોના સિંહે રસપૂર્વક માણ્યું હતું.

પ્રવાસ દરમિયાન સંબંધિત અધિકારીઓ દ્વારા તેમને સ્થળ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here