કેન્દ્ર સરકાર દ્વારા પાટણ ના કે.સી.પટેલની HUDCO ના સ્વતંત્ર નિયામક તરીકે નિયુક્તિ કરાઈ..

પાટણ તા.૨૦
હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (HUDCO)ના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી સહિત અનેક સેવાકીય, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા કે.સી.પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતના નિવાસી પાટણના વતની કે.સી.પટેલ કોમર્સ અને કાયદા ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે અને છેલ્લા ૪૧ વર્ષથી વ્યવસાયિક તથા સામાજિક ક્ષેત્રે સક્રિય છે.
અગાઉ Western Coalfields Limitedમાં પણ Independent Director તરીકે તેઓએ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી છે. તેઓએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં પાટણ જિલ્લા પ્રમુખ, પ્રદેશ મંત્રી તથા મહામંત્રી જેવા મહત્વના હોદ્દાઓ પર કાર્ય કર્યું છે. ઉપરાંત, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટમાં ડિરેક્ટર અને અમદાવાદ લોકસભાના ઈન્ચાર્જ તરીકે પણ તેઓએ સેવા આપી છે.
તેઓ સામાજિક, શૈક્ષણિક અને વિકાસાત્મક પ્રવૃત્તિઓમાં સતત જોડાયેલા રહી સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. HUDCOના બોર્ડ પર તેઓ તેમની વ્યાવસાયિક કુશળતા, સામાજિક અનુભવ અને સ્વતંત્ર દૃષ્ટિકોણથી કંપનીના વિકાસ અને નવી પહેલો
માં માર્ગદર્શક બની રહેશે.
HUDCO ભારત સરકારની માલિકીની પબ્લિક સેક્ટર કંપની છે, જે ૧૯૭૦ થી દેશના આવાસ અને શહેરી વિકાસ ક્ષેત્રે અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. HUDCO ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ શહેરી વિકાસ માટે ધિરાણ, ટેકનિકલ સલાહ અને સહાય પૂરી પાડે છે. કંપનીએ ગુજરાત સરકાર સાથે ૧૪૫૦૦ કરોડ રૂપિયાના મૂલ્યના હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે MoU કર્યા છે અને અનેક પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
HUDCOના બોર્ડ પર કે.સી.પટેલની નિમણૂકથી કંપનીને વ્યાવસાયિક દૃષ્ટિ,સામાજિક પ્રતિબદ્ધતા અને વિકાસ માટે નવી દિશા મળી રહશે. તેઓના માર્ગદર્શન હેઠળ HUDCO ગરીબ અને મધ્યમ વર્ગ માટે વધુ સસ્તું આવાસ,શહેરી સુવિધાઓ અને રોજગારીની તકો ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
HUDCOએ પોતાના કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબિલિટી (CSR) હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલને ૭૦ લાખ રૂપિયાની સહાયથી બે એડવાન્સ લાઈફ સપોર્ટ (ACLS) એમ્બ્યુલન્સ દાન કરી હતી. આ એમ્બ્યુલન્સ કોરોનાની ત્રીજી લહેર પહેલા હોસ્પિટલના દર્દીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ,કંપનીના આર્થિક પરિણામો પણ નોંધપાત્ર છે.
HUDCOએ વષૅ ૨૦૨૪-૨૫માં રૂ.૧૦૩૧૧ કરોડનું રેકોર્ડ ઓપરેશનલ રેવન્યુ અને રૂ. ૨૭૦૯ કરોડનો નફો નોંધાવ્યો છે, જ્યારે કંપનીનું માર્કેટ કેપ રૂ. ૪૪૦૦૦ કરોડથી વધુ છે. HUDCOના શેર NSE અને BSE બંને પર લિસ્ટેડ છે
HUDCOના મુખ્ય અને વિકાસ ઓફિસોની માહિતી મુખ્ય કૉર્પોરેટ ઓફિસ HUDCO ભવન, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, લોધી રોડ, નવી દિલ્હી (Delhi)માં આવેલ છે.ગુજરાતમાં રિજનલ ઓફિસ
HUDCO ની એક રિજનલ ઓફિસ અમદાવાદમાં કાર્યરત છે.
કુલ ઓફિસો (ભારતભરમાં) રિજનલ (ક્ષેત્રીય) ઓફિસ ૨૧,વિકાસ (Development) ઓફિસ ૧૧ HUDCOની આ ઓફિસો દેશભરમાં વિવિધ શહેરોમાં હાઉસિંગ અને શહેરી વિકાસના પ્રોજેક્ટ્સના અમલ અને દેખરેખ માટે કાર્યરત છે.
કે સી પટેલની નિમણૂક ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પ્રજાજનો માટે તેમજ શહેરી અને નગરપાલિકાઓના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ની કડી સ્વરૂપે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તે નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here