ચંદ્રગ્રહણના દિવસે સાંજે ૫ વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ

ભાદરવી પુનમે ૭ સપ્ટેમ્બરે બપોરે ૧૨:૩૦ સુધી જ માઇભકતો મંદિરમાં દર્શન કરી શકશે: કલેક્ટર મિહિર પટેલ

તા.૭-૯-૨૦૨૫ ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના શિખર પર બપોરે ૧૨.૩૦ કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહિ.

ચંદ્ર ગ્રહણ દિવસે આરતી દર્શનનો સમય : આરતી સવારે: ૦૬:૦૦ થી ૦૬:૩૦ – દર્શન સવારે: ૦૬:૦૦ થી ૧૦:૦૦ – દર્શન બંધ : સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ – શયનકાળ આરતી : ૧૨:૦૦ થી ૧૨:૩૦ – બંધ મંદિરમાં જાળી માંથી
દર્શનનો સમય : ૧૨.૩૦ થી ૧૭.૦૦ – દર્શન બંધ : સાંજે ૧૭.૦૦ થી

તા.૦૮-૯-૨૦૨૫ થી આરતી -દર્શનનો સમય રાબેતા મુજબનું રહેશે.

પાલનપુર
૭ સપ્ટેમ્બર ૨૦૨૫ ભાદરવી પૂનમ ને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેની સર્વે માઇભક્તોએ નોંધ લેવા મંદિર વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે ભાદરવી પુનમના ચંદ્રગ્રહણ ને અનુલક્ષીને જણાવ્યું કે, આ દિવસે બપોરે ૧૨:૩૦ કલાક સુધી માઇભકતો મંદિરમાં દર્શન કરી શકશે. તેમજ ધજા ચડાવી શકશે. ૧૨:૩૦ પછી દર્શન કરી શકાશે નહી અને ધજા ચડાવી શકાશે નહી. ત્યારબાદ સાંજે ૫ વાગ્યા સુધી માઇભકતો જાળીમાંથી દર્શન કરી શકશે. સાંજે ૫ વાગ્યા પછી મંદિર સંપૂર્ણ પણે બંધ રહેશે જેની નોંધ લેવા સર્વે માઈ ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here