જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ધારપુર-પાટણ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ: ૧૨૦૦થી વધુ તબીબી વિદ્યાર્થીઓ ગરબે ઘૂમશે

જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ધારપુરના પરિસરમાં તબીબી વિદ્યાર્થીઓ માટે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓના એસોસિએશન HMSA અને JDA ના સહિયારા પ્રયાસોથી આ મહોત્સવનો પ્રારંભ થયો છે, જે ૧૧ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ચાલશે.


કોલેજ પરિસરમાં અભ્યાસ કરતા ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા તબીબી વિદ્યાર્થીઓ સંપૂર્ણ સુરક્ષા સાથે, આનંદ, ઉમંગ અને ઉલ્લાસભેર નવરાત્રિની ઉજવણી કરી શકે તેવા મુખ્ય હેતુ સાથે આ ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હોવાનું HMSA પ્રમુખ ભક્તેશ પટેલે જણાવ્યું હતું.


આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના ડીન ડો. દિક્ષિતકુમાર મોઢ તથા તબીબી અધિક્ષક ડો. પારૂલબેન શર્મા તરફથી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, કોલેજના વિવિધ વિભાગના વડાશ્રીઓ, ફેકલ્ટી સભ્યો અને રેસિડન્ટ ડોક્ટર્સ દ્વારા પણ આયોજનમાં પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે.


પ્રથમ દિવસે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ડો. કેસી પોરિયા સાહેબ, પદ્મનાભન બી. પ્રોફેસર બાયોફિજીક્સ બેંગલોરની વિશેષ ઉપસ્થિતિ સાથે રણુંજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગઢવી સાહેબ, બાબુભાઈ પ્રજાપતિ રોટરી ક્લબ ના સભ્ય, કિરણભાઈ ઝાલા અને તમામ પત્રકાર મિત્રોએ હાજર રહી નવરાત્રી ઉજવણીમાં અભિવૃધ્ધિ કરી હતી અને ડીનશ્રી એ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ અવસરે ડીનશ્રી, આયોજકો અને વિદ્યાર્થીઓએ મા અંબાના ચરણોમાં ધારપુર મેડિકલ પરિસર પર સદાય આશીર્વાદ વરસતા રહે અને સૌની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી સૌને નવરાત્રિની મંગલમય શુભકામનાઓ પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here