થરા રામવાડી પાસેથી કચરાના ઢગમાંથી જીવીત નવજાત શીશુ મળ્યુ.

ફૂલ જેવા કોમળ બાળકને તરછોડનાર જનેતા પર ફિટકાર વરસાવતા લોકો

ઓગડ તાલુકાના પસાર થતા નેશનલ હાઇવે નં ૨૭ પર આવેલ રામવાડી નર્સરી પાસેથી કચરાના ઢગલામાંથી એક નવજાત જીવીત શિશુ મળતાં લોકો આ ફૂલ જેવા કોમળ બાળકને તરછોડનાર જનેતા પર ફિટકાર વરસાવતા જોવા મળ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ થરા પોલીસ સ્ટેશનથી વડા ગામ તરફ નેશનલ હાઇવે નં ૨૭ આવેલ રામવાડી નર્સરી નજીક રહેતી સોનલબેન વાસવાળા ગઇકાલે સવારે કુદરતી હાજતે જતા હતા. ત્યારે કોઈ નાના બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તે દિશામાં તપાસ કરતા કચરાના ઢગલામાં તાજુ જન્મેલું એક બાળક પડ્યું હતું. તેને બૂમ પાડતા આજુ બાજુના લોકો ઘટના સ્થળે દોડી ટોળા એકઠા થયા હતા.બાળકને રોતું જોઈ કોઈએ તાત્કાલિક ૧૧૨ પોલીસ હેલ્પ લાઇનમાં ફોન કરતા ૧૧૨ના ઇન્ચાર્જ અશોક દાન ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીએ એક બહેનની મદદથી સ્થળ ઉપરથી બાળકને કપડાંમાં વિંટોળી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યું ત્યારબાદ પ્રાથમિક સારવારાર્થે જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખાતે સવારે ૯.૪૦ મિનિટે લાવવામાં આવેલ જ્યાં રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.ભરતભાઇ ચૌધરીએ તપાસ કરતા બાળક ડી હિદ્રેટ પાણીની ઉણપ જણાઈ હતી અને કોઈએ કચરો તપણાં માટે સળગાવે હોઈ તેમાં નવજાત શિશુ કોઈ નાખી જતાં તે તપણાંના તાપથી બાળક પાછળના ભાગે થોડું દાઝ્યું છે જેની સારવાર ચાલુ કરી દીધી છે તેને યોગ્ય રિકવરી આવતા વધુ સારવાર માટે બાળરોગ નિષ્ણાત ડોક્ટરને ત્યાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
થરા પોલીસ આ નવજાત શિશુને ત્યજનાર માતા પરિવારની તપાસ શરૂ કરી છે થરા વડા તાણા નગરમાં આ નવજાત શિશુનો મુદ્દો ચર્ચાના ચકડોળે રહ્યો હતો.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here