ધારપુર હોસ્પિટલમાં ૨૨ વર્ષીય મહીલાના પેટમાંથી ૨૦ સે.મી.વાળની ગાંઠ ને સફળ સર્જરી વડે દુર કરી નવજીવન બક્ષ્યું…

પાટણ તા. ૨૪
પાટણ સમીપે આવેલજીએમઇઆરએસ ધારપુર હોસ્પિટલમાં તાજેતરમાં એક અત્યંત દુર્લભ અને જટિલ સર્જરી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જેને ગુજરાતી મેડિકલ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
ગત તા. ૨૧-૦૭-૨૦૨૫ નાં રોજ સમી તાલુકાના નાયકા ગામની ૨૨ વર્ષીય મહિલા ને ખોરાક ન લઇ શકવાની સમસ્યા ઉભી થતાં પરિવારજનો તેણીને લઈ પાટણ શહેરની કેટ
લીક હોસ્પીટલ માં સારવાર માટે ફયૉ હતા પરંતુ કોઈ ચોક્કસ નિદાન ન મળતા છેવટે તેઓએજીએમઇઆરએસ હોસ્પીટલ ધારપુર ખાતેના જનરલ સર્જરી વિભાગમાં તેણીને દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના સર્જરી વિભાગ નાં ડોક્ટરોએ તેણીનું ચોક્ક્સ નિદાન કરતાં અને મહીલા ને વાળ ખાવાની આદત હોવાનુ માલુમ થતાં સર્જરી વિભાગનાં ડોક્ટરો એ જરૂરી લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી અને સિટી સ્કેન કરાવતા તેના દ્રારા જાણવા મળેલ કે મહિલા ને નાના આંતરડામાં ટ્રાયકોબેઝોર નામની બિમારી (રેપુન્ઝલસિન્ડ્રોમ
)થી પીડીત છે. TRICHOBEZOAR ( વાળની ગાંઠ) મહદ અંશે જઠરમાં જોવા મળતી હોય છે. પરંતુ આ કિસ્સામાં આ વાળની ગાંઠ નાના આતરડામાં ફસાયેલી હતી અને આંતરડાનો અવરોધ (INTESTINAL OBSTRUCTION) ( ટાયકોબેઝોર બિમારી વિશે મેડીકલ સાયન્સ પ્રમાણે ઘણી કિશોરીઓ અને મહિલાઓને પોતાના કે અન્યોના વાળ ખાવાની કે ગળી જવાની આદત હોય છે જે વાળ પેટમાં જઇને ગુચ્છ સ્વરુપે ગાંઠ બને છે. જેને તબીબી ભાષામાં ટાયકોબેજોર તરીકે ઓળખાય છે.
આ મહિલા પણ ટ્રાયકોબેઝોર બિમારી થી પિડીત હોવાથી અને તેનાં આંતરડામાં વાળનું ગુંચળું હોઇ તેને બહાર કાઢવા ઓપરેશન કરવાની જરૂરીયાત જણાતાં ધારપુર હોસ્પીટલનાં સર્જરી વિભાગનાં વડા ડો.જયેશ ગોહેલની આગેવાની હેઠળ ડો. આકાશ અગ્રવાલ, ડો. મિતુલ પટેલ, ડો. દિપેન જોશી અને ડો. અનુરાગ દિક્ષીતે તા. ૨૪ જુલાઈ ના રોજ એનેસ્થેશિયા વિભાગના વડા ડો. દિક્ષીત મોઢ અને તેમની ટીમ સાથે મળી ને જટીલ અને દુર્લભ કહી શકાય તેવુ આ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે લગભગ ૨ થી ૨.૩૦ કલાક ચાલેલ, ઓપરેશનમાં ડોક્ટરોએ મહીલાનાં આંતરડામાંથી ૨૦ સે.મી. ની વાળની ગાંઠ બહાર કાઢી મહીલા ને પીડા મુક્ત કરી તેણીને નવી જિંદગી આપતા મહિલાના પરિવારજનોએ ધારપુર હોસ્પિટલ ની તબીબી સારવાર ની સરાહના કરી તબીબો સહિત સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here