પાટણ તા. ૧૮
પાટણની શેઠ એમ.એન.સાયન્સ કોલેજ ફિઝિકસ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રો.અરવિંદભાઈ સ્વામી ના સુપુત્ર ચિ.જીત સ્વામીએ અમેરિકાના શિકાગોની પ્રતિષ્ઠિત ડી-પોલ યુનિવર્સિટી માંથી ડેટા સાયન્સ વિષયમાં માસ્ટર ની ડિગ્રી મેળવી પાટણ પ્રજાપતિ સમાજ અને સ્વામી પરિવાર સાથે સમગ્ર શહેરને ગૌરવ અપાવ્યું છે.
જીત સ્વામી ની આ સિધ્ધિ માટે પરિવાર સહિત સમગ્ર પાટણવાસીઓએ ગૌરવની લાગણી અનુભવી જીત સ્વામી ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી તેના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ની કામનાઓ વ્યકત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



