પાટણના ડૉ.પ્રિયાંશી પટેલની નારાયણી હસ્પિટલ નો સેવાના માધ્યમ સાથે પ્રારંભ કરાયો..

પ.પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી કાંકરોલી નરેશ ડૉ.વાગીશકુમાર મહારાજે પોતાના કરકમલોથી હોસ્પિટલ નો પ્રારંભ કરાવ્યો…

ડૉ.પ્રિયાંશી પટેલે પોતાને શિક્ષણ આપી સિંચનારા પ્રત્યેક ગુરુજનોને તેડાવી તમામની ગુરૂવંદના કરી આશિર્વાદ મેળવ્યા…

પાટણ તા. ૭
પાટણ શહેરના જાણીતા સેવાભાવી એકટીવ ગૃપના સ્થાપક પ્રમુખ અને જાણીતા બિલ્ડર દિલીપભાઈ એ.પટેલની દિકરી ડૉ.પ્રિયાશી પટેલ ની શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ મણીભદ્ર હાઈટસ ખાતે તૈયાર કરવામાં આવેલ અધતન સુવિધાઓ સાથે ની નારાયણી હોસ્પિટલનો રવિવારે પ.પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી કાંકરોલી નરેશ ડૉ.વાગીશકુમાર મહારાજ
ના કરકમલોથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ડૉ.પ્રિયાશી પટેલે એમ.એસ.ગાયનેક, F.MAS, D.MASની ઉચ્ચ ડિગ્રી મેળવી પ્રસુતિ અને સ્ત્રી રોગોની સારવાર સાથે ઈન્ફર્ટીલીટી સ્પેશ્યાલીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન બની અત્યાર સુધી પાટણની બે ખાનગી હોસ્પિટલો સાથે જીએમઇઆરએસ કોલેજ અને હોસ્પિટલ ધારપુરમાં પોતાની સેવાઓ આપતાં કાર્યકુશળતાના દર્શન કરાવ્યા છે. ત્યારે હવે તેની અલાયદી નારાયણી હોસ્પિટલ નો શુભારંભ કરવામાં આવ્યો છે.આ સંપૂર્ણ હોસ્પિટલ સેન્ટ્રલી એ.સી હોવાની સાથે સાથે હોસ્પિટલમાં અદ્યતનમાં અદ્યતન તમામ પ્રકારની સ્ત્રી રોગની સારવાર ઉપલબ્ધ બનાવી પોતાની સેવાકાર્યનો પ્રારંભ કરી નારી શક્તિને ઉજાગર કરી છે.
આ હોસ્પિટલમાં મેડિકલેઇમની સગવડ, નોર્મલ અને સિઝેરીયન પ્રસુતિ, અદ્યતન ઓપરેશન થીયેટર,દર્દી અને સગાઓને રહેવા માટે જનરલ વોર્ડ સાથે સ્પેશ્યીલ રૂમોની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
નારાયણી હોસ્પિટલના શુભ ઉદ્ઘાટન પ્રસંગે ડૉ.પ્રિયાંશી પટેલે પોતાને શિક્ષણ આપી સિંચનારા પ્રત્યેક ગુરુજનોને આમંત્રિત કરી તમામની ગુરૂવંદના કરી દર્દી એટલે ડોક્ટરમાં ભગવાનનું સ્વરૂપ જોઈ આવનારની સેવા કાર્યનો શુભારંભ કર્યો છે.
નારાયણી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી,ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ,પૂવૅ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિધવ અતિથિ વિશેષ તરીકે શહેર જિલ્લાના ગણમાન્ય અગ્રણીઓ, તબીબો,બિલ્ડરો,સામાજીક આગેવાનો,પત્રકારો, પ્રબુદ્ધ નગરજનો સાથે શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓએ ઉપસ્થિત રહી ડૉ.પ્રિયાંશી પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. નારાયણી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પધારનારા સૌને ડૉ.પ્રિયાંશી પટેલ, દિલીપભાઇ પટેલ, હિનાબેન પટેલ,આયુષી ડી. પટેલ, દર્શિલ ડી. પટેલ, ડૉ.ભાર્ગવ પટેલ અને શાંતાબેન અમથાભાઈ હિરાભાઈ પટેલ સમસ્ત પરિવારજનોએ અંતરના ઉમળકાથી આવકાર્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here