પાટણના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ : પ્રજાજનો અને કાર્યકર્તાઓ સાથે શુભકામનાઓની આપ-લે કરાઈ

સાંસદ દ્વારા વિકાસની રાજનીતિના જોરે ૨૦૨૭માં પણ ભાજપની જીતનો મજબૂત વિશ્વાસ વ્યક્ત કરાયો

પાટણ લોકસભા વિસ્તારમાં નૂતન વર્ષના પાવન અવસરે સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીના કાર્યાલય ખાતે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં પાટણ લોકસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કર્મઠ કાર્યકર્તાઓ અને ઉત્સાહી પ્રજાજનોએ ઊમળકાભેર હાજરી આપી હતી.

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આખા વિસ્તારના લોકોએ એકબીજાને ભેટીને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને શુભેચ્છાનું આદાન-પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશાં વિકાસની રાજનીતિને પ્રાથમિકતા આપી છે. જનકલ્યાણના કાર્યો અને સર્વાંગી વિકાસના ડેવલપિંગ મોડેલને આગળ ધપાવતા આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં પણ ભાજપ વિજયી બનશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વિસ્તારના બાકી રહેલા તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની અપેક્ષા સાથે આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here