પાટણની એમ.કે.યુનિવર્સિટીને ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી કોલેજની માન્યતા પ્રાપ્ત થઈ..

પાટણ તા. ૨૦
શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેલ પાટણની એમ.કે.
યુનિવર્સિટીને ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી કોલેજની માન્યતા પ્રાપ્ત થઈ છે.

પાટણની એમ.કે.યુનિવર્સિટીને ડીગ્રી અને ડિપ્લોમા ફાર્મસી કોલેજની માન્યતા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા આપવામાં આવતા એમ.કે.યુનિવર્સિટી પરિવાર માં આનંદ સાથે હર્ષની લાગણીવ્યાપી જવા પામી છે.
આ માન્યતા પ્રાપ્ત કરવા બદલ એમ.કે.યુનિવર્સિટીના ચેરમેન મુકેશભાઈ કે. પટેલને યુનિવર્સિટી પરિવાર સહિત તેમના સગા – સંબંધી અને સ્નેહી મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવી એમ.કે.યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિના સોપાનો સર કરે તેવી કામના વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here