
પાટણ તા. ૧
પાટણ શ્રીમંત ફતેહસિંહ રાવ લાઈબ્રેરી દ્વારા આયોજિત ડૉ. સુનીલ
પ્રજાપતિ નેત્ર જ્ઞાન જયોત જાગૃતિ અભિયાન અંતર્ગત શહેરની ગાંધી સુંદર લાલ પ્રાથમિક શાળા અને શ્રી પંડ્યા અભ્યાસગૃહ શાળામાં ધોરણ એક થી પાંચ નાં બાળકોની આંખોની રોશની ની તપાસ કરવામાં આવી હતી. જેમાં ડૉ.આયુષી અગ્રવાલ દ્રારા આંખોની તપાસ ની સાથે સાથે બાળકોની આંખોની જાળવણી માટે જરૂરી માગૅદશૅન પુરૂ પાડયું હતું.
આ કેમ્પમાં બાળકો ની અન્ય આરોગ્ય લક્ષી તપાસ બાળકોના નિષ્ણાંત ડો.સુનિતા બેન અગ્રવાલ અને અન્ય મેડિકલ સ્ટાફ દ્વારા પદ્ધતિસર રીતે તપાસ કરવામાં આવી હતી.જેમાં જરૂરિ
યાત અનુસાર બાળકોને ચશ્માં અને અન્ય દવાઓ વિના મૂલ્યે આપવામા આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા લાઈબ્રેરી ના પ્રમુખ ડૉ. શૈલેષ બી સોમપુરા, સંયોજક અશ્વિનભાઈ નાયક, નારણભાઈ પટેલ, દિલીપ
ભાઈ પ્રજાપતિ સહિત બંને શાળાના પ્રિન્સિપાલો અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




