પાટણ તા. ૮
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરીમાં મને જાણો કાર્યક્રમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ વિષય ઉપર BEE (બીઇઇ )સર્ટિફાઇડ મેનેજર અને ક્લાઇમેન્ટ ચેન્જ એવોર્ડ વર્ષ ૨૦૨૫-૨૬ ના વિજેતા પ્રોફેસર શિવમ આર મોદી પાટણના વિદ્વાન શ્રોતાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.તેઓએ વાતાવરણ અને તેના ઉપર અસર કરતા વિવિધ પરિબળો તથા તેના શુદ્ધિકરણ ઉપર વિશેષ સમજાવ્યું હતું .
ઉપરાંત પાણી બચાવો, પાણીના ઉપયોગો , આર ઓ નો ઉપયોગ વગેરે વિશે સમજ આપી હતી. તેઓએ ખાસ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાનું પાણી ૧૫૦ થી ઓછા ટીડીએસ ધરાવતું હોવાથી તે પીવા લાયક છે તે માટે આર ઓ ની કોઈ જરૂર નથી. ઉપરાંત ઊર્જાના ઉપયોગો, બચત , પ્રોડક્શન તેમજ અન્ય સંસાધનો ના યોગ્ય ઉપયોગ પર સમજ આપી હતી. સોલાર પેનલ, સોલર સાધનો અને ઇલેક્ટ્રીક સાધનો વગેરે ની વૈજ્ઞાનિક સમજ આપી હતી.
ઘરના ઉપકરણો જેવા કે એ.સી,ફ્રીજ,વોશિંગ મશીન, બલ્બ ,પંખા વગેરેનો ઉપયોગ કરી ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરી શકાય તે વિષય પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો
ઉપસ્થિત શ્રોતાઓએ પર્યાવરણ અને ઊર્જાના વિવિધ પ્રશ્નો કર્યા હતા , જેની વૈજ્ઞાનિક તેમજ ટેકનિકલ માહિતી વક્તા દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રસંગે પાટણના વિદ્વાન,લેખક ,પ્રોફેસર અરૂણભાઇ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના જીવનના શરૂઆતથી અત્યાર સુધીના જીવન પાથેય લેખોનું પુસ્તક રૂપે સંકલન કરી પ્રકાશિત કરવામાં આવ્યું છે તેવું જીવન પાથેય પુસ્તક તમામ શ્રોતાઓને તથા મને જાણો પરિવાર સભ્યોને સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું. તેઓએ લાઇબ્રેરીમાં ચાલતા કાર્યક્રમો બદલ અભિનંદન પાઠવી તમામ ટીમ સભ્યોને બિરદાવ્યા હતા .
સ્વાગત તથા લાઇબ્રેરીના આગામી કાર્યક્રમો એડવાન્સ બ્યુટી પાર્લર ,કોમ્પ્યુટર ક્લાસીસ વગેરે વિષે માહિતી પ્રમુખ ડો. શૈલેષભાઈ સોમપુરા દ્વારા આપી હતી .વક્તા નો પરિચય સહસંયોજક ડો. વિમલભાઈ ખમારે આપ્યો હતો. આભાર વિધિ મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી.




