માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની માંગમાં વધારો…

પાટણની બજારમાં 4 ઇંચથી 6 ફૂટ સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ…

પાટણ શહેરમાં આગામી ગણેશ ચતુર્થીને લઈને માટીકામના કારીગરો ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. પાટણ શહેરના ઓતિયા સમાજના ચાર પરિવારો અને પટણી પરિવાર આ કાર્યમાં જોડાયા છે.
ઓતિયા સમાજના પરિવારો પરંપરાગત રીતે તળાવમાંથી માટી લાવીને વિવિધ મૂર્તિઓ બનાવે છે. પટણી પરિવાર કલકત્તાના કુશળ કારીગરો સાથે મળીને મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી 4 ઇંચથી 6 ફૂટ સુધીની મૂર્તિઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
પર્યાવરણ પ્રત્યે જાગૃતિને કારણે લોકો POP કરતાં માટીની મૂર્તિઓને વધુ પસંદ કરે છે. એક મૂર્તિ બનાવવામાં એક અઠવાડિયાનો સમય લાગે છે. અત્યાર સુધીમાં 60 ટકા મૂર્તિઓનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે.
વેપારી વિજયભાઈ પટણીએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી તેઓ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરે છે. આ મૂર્તિઓનું ઘરે પણ વિસર્જન કરી શકાય છે. કલકત્તાના કારીગરો દ્વારા કલરકામ અને પેન્ટિંગ કરવામાં આવે છે. પાટણ જિલ્લામાં 80 ટકા ર્તિઓ તેમના દ્વારા પૂરી પાડવામાં આવે છે. મૂર્તિઓની કિંમત 100 રૂપિયાથી શરૂ થઈને 21 હજાર રૂપિયા સુધીની છે.
કારીગરો ગણપતિ ની વિવિધ પ્રકાર ની મૂર્તિઓ બનાવી રહ્યા છે જેમાં બાહુબલી અવતાર ગણપતિ સિહાસન, શંખ, ડમરુ, શેષનાગ પર બિરાજમાન હોય તેવી વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવી રહીછે તેવું વિજય ભાઈ પટણીએ જણાવ્યું હતું.
મૂર્તિ કાર નવીન ઓતિયા ના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ તળાવ માંથી ચીકણી માટી લાવીએ છીએ તેને થોડા દિવસ પાણીમાં પલાળવામાં આવે છે પછી તેને ચારણી વડે ચાળી લઈ માટીને ખૂદી મૂર્તિ માટે તૈયાર કરવામાં આવે છે. પછી તે માટી માંથી મૂર્તિઓ બનાવવા માં આવે છે………!



