પાટણની વિવિધ શાળાઓ દ્વારા સંસ્કૃત દિવસની ઉજવણી અંતગૅત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ…

પાટણ તા. ૬
સનાતન સંસ્કૃતિ ની ધરોહર સમી સંસ્કૃત ભાષા ને જીવંત રાખવાના શુભ ઉદેશ સાથે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.


ત્યારે બુધવારે ગુજરાતની દરેક સ્કૂલ માં સંસ્કૃત દિવસ ઉજવણી અંતગૅત શાળા પરિવાર દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ શહેરમાં પણ વિવિધ શાળાઓના શિક્ષકો સાથે વિધાર્થીઓ દ્રારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી.
શહેર ની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીઓ આ યાત્રામાં સંસ્કૃત ભાષા ને ઉજાગર કરતા વિવિધ બેનરો સાથે જોડાયા હતા.
આ સંસ્કૃત ગૌરવ યાત્રા શહેરની એમ.એન.હાઈસ્કૂલ થી નિકળી શહેરના મુખ્ય બજાર માગૅ પર ફરી સનાતન સંસ્કૃતિ ની ધરોહર સમી સંસ્કૃત ભાષા ને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here