પાટણમાં યુઝફુલ યોગી યુનીયન દ્વારા વિઘાર્થીઓને વિના મૂલ્યે ચોપડા વિતરણ સાથે તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા..

પાટણ તા. ૧
પાટણમાં કાર્યરત યુઝફુલ યોગી યુનીયન દ્વારા રાવળ- યોગી સમાજના ધો- ૧ થી કોલેજ સુધી ના વિઘાર્થીઓ ને વિના મૂલ્યે ચોપડા વિતરણ અને ,ધો ૧ થી ૧૨ સુધીમાં પ્રથમ ત્રણ નંબરે ઉતિર્ણ થયેલા વિધાર્થીઓને ટોફી આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ રવિવારે શહેરના યમુના વાડી ખાતે પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ સહિત સમાજ આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ ચોપડા વિતરણ કાર્યક્રમ નો અંદાજે ૪૦૦ થી વધુ વિધાર્થીઓએ લાભ લીધો હતો

પાટણ યુઝફુલ યોગી યુનિયન દ્વારા આયોજિત આ શૈક્ષણિક પ્રોત્સાહન કાર્યક્રમ ની સૌએ સરાહના કરી હતી. જયારે આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટણ યુઝફુલ યોગી યુનિયન ના સૌ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here