પાટણ નગરપાલિકા દ્વારા કાયમી કર્મચારીઓને ગણવેશનું વિતરણ કરાયું.

પાટણ તા.૧૮
પાટણ નગરપાલિકા દ્વારા કાયમી ધોરણે ફરજ બજાવતા ૮ જેટલા કર્મચારીઓને પાલિકા પ્રમુખ શ્રીમતી હીરલબેન પરમારના હસ્તે ગુરુવારે ગણવેશ (યુનિફોર્મ)નું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાલિકા કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ શ્રીમતી હીરલબેન પરમારે દરેક કર્મચારીને બે જોડી ગણવેશ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓ પાલિકાની ઓળખ છે અને ગણવેશથી તેમની શિસ્ત અને એકરૂપતા જળવાઈ રહેશે. ગણવેશથી કર્મચારીઓને તેમની ફરજ પ્રત્યે વધુ ગૌરવની લાગણી થશે અને કામગીરીમાં વધુ નિષ્ઠા પૂર્વક યોગદાન આપી શકશે.
ગણવેશ મળતાં કર્મચારીઓએ પાલિકા પ્રમુખ અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પગલાથી કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here