પરિવારની રૂબરૂ મુલાકાત લઈ તમામ પ્રકારની મદદની ખાતરી આપી..
પાટણ તા. ૨૧
પાટણ શહેરના સોનીવાડા માગૅ પરથી ગતરોજ વહેલી સવારે સાયકલ પર દુધ વિતરણ કરવા નીકળેલા પંચાલ પરિવાર ના આધેડનું માગૅ પરના ખાડામાં સાયકલ સાથે પટકાવાથી નીપજેલ મોત ના પગલે પરિવારજનો પર આવી પડેલ આપતી ના સમયે મૃતકના પરિવારને તમામ પ્રકારની જરૂરિયાત પૂરી પાડવાની જિમ્મેદારી સાથે સોમવારે ડેર ગામના ઠાકોર સમાજના દાનવીર- ભામાશા ની સાથે સાથે ભાજપના આગેવાન મંગાજી ઠાકોરે મૃતકના પરીવાર ની મુલાકાત લીધી હતી અને પરિવારને દરેક પ્રકારની મદદ કરવાની ખાત્રી આપી દિલસોજી પાઠવી હતી.
મૃતકના પરિવારે મંગાજી ઠાકોર ની હમદર્દી બદલ તેમના દુખમાં સહભાગી બનવા બદલ આભાર વ્યકત કર્યો હતો.



