પાટણ તા.૧૦
પાટણ પંથકમાં ભાદરવામાં મેઘાએ બોલાવેલી ધડબડાટીમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
પાટણ જિલ્લામાં પહેલા અમિરુપિ વરસેલા વરસાદમાં ખેડૂતોની આશાઓ બંધાઈ હતી અને ખેડૂતો એ મોંઘા બિયારણો, હકામણીનો ખર્ચ કરી મહામહેનતે પાક ઉગાડ્યો.જો કે કુદરતી ચક્ર એવું ચાલ્યું કે એક જ વરસાદમાં પાકો ધોવાઈ ગયા. એક નુકસાન તો થયું જ પરંતુ હવે એ પાકને ઉખાડીને ખેતર બહાર કાઢવા પણ મજુરી કરવા ખેડૂતો મજબુર બન્યા છે.
પાટણ પંથકના સમી તાલુકાના સોનાર, વાવલ, ભામાથર,નાયકા સહિતના દરેક ગામના ખેડૂતોની આવી કફોડી હાલત બની છે. આ કોઈ એક બે ગામ કે તાલુકાની સ્થિતિ નથી આવા અનેક ખેતરોમાં આજ આવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે નુકસાનથી કુદરત સામે લાચાર બનેલા ખેડૂતો હાલમાં સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




