સૌ પરિવારના સભ્યોએ સમૂહ પ્રસાદ સાથે સમૂહ આરતી ઉતારી ડીજે ના તાલે રાસગરબા ની રમઝટ જમાવી…

જગત જનની જગદંબાના પવિત્ર પર્વ સમા નવલી નવરાત્રીને અનુલક્ષીને દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્રારા શનિવારની ઢળતી રાત્રે શહેરના શાતાબા હોલ ખાતે પારિવારિક નવરાત્રી ગરબા મહોત્સવ નું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રી ગરબા મહોત્સવ પ્રારંભ પૂર્વે પાટણ પ્રજાપતિ યુથ કલબ ના પરિવારજનોએ માતાજી નો સમૂહ પ્રસાદ ગ્રહણ કરી કલબના પ્રમુખ રમણલાલ પટણી, મંત્રી અનિલભાઈ પ્રજાપતિ, પ્રોજેક્ટ ચેરમેન નરેશભાઈ પ્રજાપતિ અને શ્રીપદ્મનાભ મંદિર ના પ્રમુખ યશપાલ સ્વામી,દશરથભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો દ્રારા દીપ પ્રાગટ્ય કરી ગરબા મહોત્સવ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ માતાજી સન્મુખ સમૂહ આરતી ઉતારી રંગબેરંગી પોશાકમાં સજીધજીને ખેલૈયાઓએ ડીજે ના તાલે મા ભગવતી ના ગુણગાન સાથે રાસગરબા ની મોડી રાત સુધી રમઝટ જમાવી હતી.
પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્રારા આયોજિત આ નવરાત્રી ગરબા મહોત્સવ ને સફળ બનાવવા કલબના સૌ સભ્યો સહિત પરિવારજનોએ જહેમત ઉઠાવી હતી.




